સાવરકુંડલામાં બજરંગદાસ ગૌ સેવા સમિતિ દ્વારા ‘શ્રી રામ જન્મોત્સવ’ની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના ભાગરૂપે તાજેતરમાં પોસ્ટ ઓફિસ રોડ સ્થિત શ્રી રામ જન્મોત્સવ કાર્યાલય ખાતે હજારો રામભક્તોની ઉપસ્થિતિમાં સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ યોજાયા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.આ મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન ભવ્યાતિભવ્ય શોભાયાત્રા આગામી તારીખ ૨૬/૦૩/૨૦૨૬, ગુરુવારના રોજ યોજાશે.
આ શોભાયાત્રા બપોરે ૨ઃ૦૦ કલાકે જેસર રોડ પર આવેલા સનાતન આશ્રમથી પ્રસ્થાન કરશે. શોભાયાત્રામાં વિવિધ આકર્ષક ફ્‌લોટ્‌સ (ટેબ્લો), પરંપરાગત ધૂન-મંડળીઓ, નાસિક ઢોલ અને શણગારેલા દિવ્ય રથો સાથે પ્રભુ શ્રી રામ નગરચર્યાએ નીકળશે. શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતાને આ પાવનકારી શોભાયાત્રામાં સહપરિવાર જોડાઈને પુણ્યનું ભાથું બાંધવા અને અયોધ્યાપતિ રામલલ્લાના આશીર્વાદ પ્રાપ્ત કરવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.