પોલીસ દ્રારા કાર્યવાહી કરવા છતા જિલ્લામાં જુગારનું દુષણ બંધ થવાનું નામ જ નથી લેતુ.સાવરકુંડલામાં રૂરલ પોલીસે ૭ જુગારીને રોકડા ૧૦,૪૦૦ સાથે ઝડપી પાડ્‌યા હતા. મીતીયાળા ગામે રહેતા વસીમભાઇ મહંમદભાઇ રાઠોડ, અકરમભાઇ અલીભાઇ બેલીમ, ધીરૂભાઇ ભાદાભાઇ ખીમાણીયા, હરેશભાઇ કનુભાઇ ખીમાણીયા, મુકેશભાઇ ધીરૂભાઇ ખીમાણીયા, વીશાલભાઇ ધીરૂભાઇ મોલાડીયા તથા હિંમતભાઇ નારણભાઇ વડેચા જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં રોકડા ૧૦,૪૦૦ સાથે ઝડપાયા હતા. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ એમ રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.