સાવરકુંડલામાં સંતાન નહીં થતાં પતિ તથા સાસુ અને દીયરે પરિણીતાને ત્રાસ આપ્યો હતો. પતિએ છૂટાછેડા આપવા મુદ્દે મેણાટોણા માર્યા હતા. તેમજ ઘર ખર્ચના પૈસા પણ આપતા નહોતા. બનાવ સંદર્ભે અફસાનાબેન સોહેબભાઈ શેખ (ઉ.વ.૪૧)એ પતિ સોહેબભાઈ રહીમભાઈ શેખ, સાસુ હસીનાબેન તથા દીયર મહમદરફિકભાઈ રહીમભાઈ શેખ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના પતિ, સાસુ તથા દીયર ઘર ખર્ચના પૈસા આપતા નહોતા. તેમજ તેમની સાથે ઝઘડો કરી છૂટાછેડા માટે દબાણ કરતા હતા. તેમને સંતાન ન થતાં મેણા ટોણા મારી માનસિક દુઃખ ત્રાસ આપતા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.એલ. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.