ઇજીજીના શતાબ્દી વર્ષ નિમિત્તે કબીર ટેકરી ખાતે સંત સમિતિ દ્વારા દિવ્ય હિન્દુ સંમેલન યોજાયું હતું. આ અવસરે ૧૦૦ વર્ષના વડીલોનું પૂજન, માતૃ-પિતૃ અને ગૌ-પૂજન દ્વારા સંસ્કાર સિંચન કરાયું હતું. કાર્યક્રમમાં પંચ પરિવર્તન, પર્યાવરણ અને રાષ્ટ્રપ્રેમની નાટિકાઓ પ્રસ્તુત થઈ હતી. મસ્તરામ બાપુ અને સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા. મહાઆરતી બાદ હજારો નગરજનોએ જ્ઞાતિ-ભેદ ભૂલી ‘સમરસતા ભોજન’ લઈ એકતાનો સંદેશ આપ્યો હતો. સમગ્ર આયોજનથી સાવરકુંડલા રામમય બન્યું હતું.