સાવરકુંડલામાં કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર ખાતે ૫૦ વર્ષથી વધુ ઉંમરના ભાઈ બહેનોનો રમતોત્સવ યોજાયો હતો. શારીરિક અને માનસિક પ્રક્રિયાઓના સમન્વય સાથે ઇજા મુક્ત રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ
આભાર – નિહારીકા રવિયા રમતોત્સવમાં ખાસ કરીને ધીમી વિધ્નદોડ અને સંગીત ખુરશી જેવી બે સ્પર્ધાઓ યોજાઇ હતી, જેમાં ૨૦૦ જેટલા ભાઈ બહેનો એ ભાગ લીધો હતો. ૫૦ વર્ષથી ૮૪ વર્ષ સુધીના ભાઈ-બહેનો આ સ્પર્ધામાં જોડાયા હતા. આ તકે સાવરકુંડલાના માનવ મંદિર આશ્રમના સંત ભક્તિબાપુ, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, એપીએમસીના ચેરમેન દિપક માલાણી, ડો. વડેરા, સંસ્થાના ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા તેમજ ડોક્ટર દીપકભાઈ શેઠ સહિતના મહાનુભાવો આ સ્પર્ધામાં ભાગ લઈ પોતાનું બચપન યાદ કર્યું હતું.