સાવરકુંડલા સ્થિત સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટે દર વર્ષની જેમાં પોતાની ઉમદા પરંપરાને જાળવી રાખીને, આ વર્ષે પણ પાંચ હજારથી વધુ અતિ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને શિયાળાની આકરી ઠંડીથી રક્ષણ પૂરું પાડવા માટે વિનામૂલ્યે ગરમ ધાબળાનું વિતરણ કર્યું હતું. આ સેવાયજ્ઞનું આયોજન પીન્ટુભાઈ મલેકના નિવાસસ્થાને, નેરા વિસ્તાર, સાવરકુંડલા ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંતો-મહંતો, દાતાઓ તેમજ શહેરના અગ્રણીઓ, રાજકીય અને સામાજિક આગેવાનો અને અઢારે વરણના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય માનવસેવાના કાર્યક્રમને સફળ બનાવવામાં ઉપપ્રમુખ ઈરફાનભાઇ ગોરી તેમજ સમગ્ર ટીમે વિશેષ જહેમત ઉઠાવી હતી.