સાવરકુંડલાના માનવ મંદિર ખાતે ૭૯મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ રીઝવાનાબેન બુખારીનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રીઝવાનાબેને ધ્વજવંદન બાદ માનવમંદિરનાં બહેનો સાથે મુલાકાત કરી હતી અને ગૌશાળાની ગાયોને ગોળ ખવડાવ્યો હતો. આ ઉપરાંત પૂ. ભક્તિરામબાપુએ તેમને હનુમાનજીની મૂર્તિ અર્પણ કરી હતી. આ ઉપરાંત કુ. રીઝવાનાબેને આ માનવમંદિરના મનોરોગી બહેનોને ભોજન પણ પીરસ્યું હતું. ભારતને આઝાદ થયે પોણી સદી કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ આ સંદર્ભે વધુ અસરકારક કદમ લેવાની આવશ્યકતા હોવાનું જણાવ્યું હતું. જોકે, માનવ મંદિરના પૂ. ભક્તિરામબાપુ નારી શક્તિની સંવેદના અને તેના વ્યક્તિત્વનું સંવર્ધન કરવા માટે હરહંમેશ પ્રગતિશીલ વિચારધારા ધરાવે છે.














































