અત્યારે દેશ-વિદેશમાં ભારતીયો દ્વારા ગણેશોત્સવની ભાવભેર ઉજવણી થઈ રહી છે ત્યારે સાવરકુંડલામાં પણ કૃષ્ણપ્લોટ વિસ્તારમાં આવેલી શેરી નંબર ૬ ખાતે નાના ભૂલકાઓ (બાળ તારલાંઓ) દ્વારા આ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં બુધવારે સાંજે ગણપતિ બાપાની આગમન શોભાયાત્રા બાદ વિધિવત રીતે ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને દસ દિવસના ગણેશ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અહીં વાઘેલા વિવેક, રાજ ટાંક, અક્ષ માળવી, કશ્યપ રાઠોડ, હેમાંગ માળવી, કૌશલ હીંગુ નામના ભૂલકાઓ ગણેશ બાળમંડળ બનાવી દર વર્ષે આ મહોત્સવ ઉજવે છે.