અમરેલી જિલ્લામાં સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઉસ્માનખાન નઝીરખાન કલર, (ઉ.વ.૨૨, રહે.ભીમજીકા ગાંવ, તા.બાપ, જિ.ફલોદી, રાજસ્થાન)થી પકડી પાડેલ હતો. .આ આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમીના આધારે રાજસ્થાનના તેના ગામમાંથી પકડીને આગળની કાર્યવાહી કરવા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે. આ આરોપીને પકડવાની કામગીરી પો.સ.ઈ. કે.ડી.હડીયા, એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ, હેડ કોન્સ. મનીષભાઈ જાની, તુષારભાઈ પાંચાણી, હરેશભાઈ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.