સાવરકુંડલાના મેઇન બજાર સ્થિત શ્રી કુંડલપુર હનુમાનજી મંદિરે ભવ્ય પાટોત્સવનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે બગસરા ગ્રુપ દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સવારે ધ્વજારોહણ અને મહાપૂજા યોજાઈ હતી. સવારથી સાંજ સુધી હોમાત્મક પંચકુંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના મહંત કરશનગીરી બાપુ અને અન્ય સંતોના માર્ગદર્શન હેઠળ આયોજિત આ પાટોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી.