ગુજરાત સરકાર અને ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ૧૦૮ સેવાના ‘ઇમરજન્સી મેડિકલ ટેક્નિશિયન’ના સન્માનમાં સાવરકુંડલા ખાતે ‘ઈસ્્ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. દર્દીઓની સેવામાં ખડેપગે રહેતા કર્મીઓને પ્રોત્સાહિત કરવા માટે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાવરકુંડલા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. વિવેક તરસરીયા તથા શિવાંગીબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.








































