અયોધ્યા રામ મંદિર અને હનુમાન ગઢીથી પ્રજ્વલિત દિવ્ય ‘અખંડ જ્યોત’નું સાવરકુંડલામાં ભક્તિમય વાતાવરણમાં આગમન થયું છે. આ પ્રસંગે તાત્કાલિક હનુમાનજી આશ્રમથી કેવડાપરા સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં ગોપી મહિલા મંડળ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ઢોલ-નગારા અને પુષ્પવર્ષા વચ્ચે નીકળેલી આ યાત્રા બાદ આશ્રમમાં વેદોક્ત મંત્રોચ્ચાર સાથે જ્યોતનું સ્થાપન કરાયું હતું. ભક્તો માટે ઘરે બેઠા અયોધ્યાના આશીર્વાદ સમાન આ જ્યોતના દર્શન કરવા આશ્રમ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.








































