સાવરકુંડલામાં રહેતા હરેશભાઈ મનસુખભાઈ (ઉ.વ.૧૯)એ જાહેર કર્યા મુજબ, તેમના ભાઈ મજૂરીકામ માટે ભુવા રોડે ગયા હતા. ત્યાં તેઓ કાટમાળ ફેરવવાનું કામ કરતા હતા. સાંજના પાંચ વાગ્યે ફોન બાજુમાં મુક્યો હતો અને કાટમાળથી ટ્રેકટરની લારી ભરતા હતા. લારી ભરીને પરત આવીને જોયું તો તેમના ભાઈનો મોબાઈલ ફોન અજાણ્યો ચોર ઈસમ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન. એન. ખસતીયા વધુ તપાસ કરી રહ્યા છે.







































