સાવરકુંડલાની વી.ડી. ઘેલાણી મહિલા આટ્‌ર્સ કોલેજના એન.એસ.એસ વિભાગ દ્વારા બુધવારના રોજ એન.એસ.એસનો વન-ડે કેમ્પ યોજાયો જેમાં કોલેજની સ્વયંસેવિકા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં, કોલેજનું મેદાન, ઓફિસો, ક્લાસરૂમ, પ્રાર્થના હોલ, લાઈબ્રેરી, કોમ્પ્યુટર લેબ વગેરેની સફાઈ હાથ ધરવામાં આવેલ હતી. આ તકે કોલેજનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.