સાવરકુંડલાની બે શાળાઓમાં સ્વામી વિવેકાનંદ વિષય અંતર્ગત ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૯થી ૧૨ની ૫૮ વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના આચાર્ય ઉષાબેન તેરૈયાએ વિદ્યાર્થિનીઓને અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. આ સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ બહેનોને નૂતન કેળવણી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન કામદાર સહિતનાઓએ અભિનંદન આપ્યા હતા.








































