અમેરલી જિલ્લામાં અપમત્યુની વધુ ત્રણ ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. ધારીના દલખાણીયા ગામે રહેતા દિલુભાઈ વલિભાઈ પઠાણ (ઉ.વ.૭૦)એ જાહેર કર્યા મુજબ, સિકંદરભાઈ દિલુભાઈ પઠાણ (ઉ.વ.૪૪) કોઈ કામ ધંધો કે રોજગાર ન હોવાથી કંટાળી ગયા હતા. જેના કારણે ઘંઉમાં નાખવાનો ઝેરી પાઉડર પી જતા સારવાર દરમિયાન મરણ પામ્યા હતા. સાવરકુંડલાના હાથસણી ગામે રહેતા ઉદયભાઈ મનુભાઈ ખુમાણ (ઉ.વ.૩૩)એ જાહેર કર્યા મુજબ, મનુભાઈ એભલભાઈ ખુમાણ (ઉ.વ.૬૦)ને છેલ્લા ૨૦ વર્ષથી બ્લડપ્રેશ અને ડાયાબિટીસની દવા શરૂ હતી. જેનાથી કંટાળી જઈ દોરડા વળે ગળાફાંસો ખાઈ લેતા મરણ પામ્યા હતા. લીલીયા મોટામાં રહેતા ગીતાબેન નિતીનભાઈ પરમાર (ઉ.વ.૪૯)એ જાહેર કર્યા મુજબ, તેમના પતિ નિતીનભાઈ ભુપતભાઈ પરમાર (ઉ.વ.૪૮)ને પડી જવાથી માથાના ભાગે વાગવાથી મરણ પામ્યા હતા.