અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામે પ્રેમસંબંધના જૂના મનદુઃખ અને શંકા-વહેમના કારણે એક યુવક પર ચાર શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. બનાવ અંગે ધાર્મિકભાઈ લીંબાભાઈ કુડેચા (ઉ.વ.૨૦)એ પંકજભાઇ વિનુભાઇ માંજુસા, વિઠ્ઠલભાઇ લાખાભાઇ માંજુસા, સાગરભાઇ વિઠ્ઠલભાઇ માંજુસા તથા સંજયભાઇ વિઠ્ઠલભાઇ માંજુસા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી માહિતી મુજબ, તેમને અગાઉ પંકજભાઈ માંજુસાની પત્ની ગોપીબેન સાથે પ્રેમસંબંધ હતો. આ બાબતે આશરે દોઢેક વર્ષ પહેલાં બોલાચાલી થઈ હતી, જેનું મનદુઃખ હજી પણ આરોપીના મનમાં હતું. આરોપીને તે હજુ પણ ગોપીબેન સાથે વાતચીત કરે છે, તેવી આશંકા હતી. જેને લઈને તેણે અન્ય ત્રણ આરોપીઓ સાથે મળીને તેના પર હુમલો કર્યો હતો. કુહાડી વડે ડાબા પગના ઘૂંટણથી નીચેના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત, માથાના ભાગે અને ડાબા હાથના ભાગે પણ મુંઢ ઇજાઓ પહોંચાડી હતી. જ્યારે, અન્ય આરોપીઓએ પણ ફરિયાદીને આડેધડ ઢીકા-પાટુનો મુંઢમાર માર્યો હતો. તમામ આરોપીઓએ સાથે મળીને ફરિયાદીને જેમ ફાવે
આભાર – નિહારીકા રવિયા તેમ ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ રીતે તમામ આરોપીઓએ એકબીજાને મદદગારી કરીને ગુનો આચર્યો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એચ.પી. વેગડા વધુ તપાસ કરી રહ્યા છે.