સાવરકુંડલાના વાંશીયાળી ગામે બજેટ નામંજૂર થતાં પંચાયતની બોડી સસ્પેન્ડ થઈ અને હાલ સરકારી વહીવટદાર કાર્યરત છે. વહીવટદારે વિકાસ કામો શરૂ કરાવતા જગાભાઈ વાળાવાળી શેરીમાં બોક્સ કટીંગની કામગીરી પૂર્ણ થઈ હતી. જોકે, હવે બ્લોક પેવિંગનું કામ બાકી છે ત્યારે રાજકીય આગેવાનો દ્વારા આ કામ અટકાવવા મૌખિક સૂચના અપાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્‌યું છે. અધવચ્ચે અટકેલા કામને કારણે ગ્રામજનોમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે.