સાવરકુંડલાના રામગઢ ગામે અંગત અદાવતમાં સરપંચ પર કૂતરો છોડવામાં આવ્યો હતો. બનાવ અંગે સરપંચ ભાભલુભાઇ દેવકુભાઈ ખુમાણ (ઉં.વ.૫૦) એ જયદીપભાઇ ચંપુભાઈ ખુમાણ તથા કુલદીપભાઈ ચંપુભાઈ ખુમાણ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમણે જયદીપભાઈ ખુમાણ અગાઉ ગામમાં દારૂ રાખતો હોય અને દારૂ પીતો હોય જે અંગે ટોક્યો હતો. ચારેક દિવસ પહેલા તેમના કુટુંબી વનરાજભાઈને મારવા આવ્યા હતા. જે બાબતે તેના કાકા બચુભાઈ ખુમાણે જનરક્ષકમાં ફોન કર્યો હતો. જે તમામ બાબતે દાઝ રાખી આરોપીઓએ ગાળો આપી હતી. તેમજ કુહાડીની મુંધરાટીથી બે ઘા મારી ઈજા પહોંચાડી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એેએસઆઈ એસ.એ. બગડા વધુ તપાસ કરી રહ્યા છે.









































