સાવરકુંડલામાં એક યુવકના પેન્ટના ખિસ્સામાંથી પડી ગયેલા મોબાઈલની અજાણ્યો ઈસમ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.બનાવ અંગે નાસીરભાઈ મહમદભાઈ ઝાખરા (ઉ.વ.૩૦)એ અજાણ્યા ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, . તા.૦૭/૦૯/૨૦૨૫ ના રોજ સવારના નવ વાગ્યે પોતાની મોટર સાઇકલ લઇને સાવરકુંડલા મહુવા રોડથી પોતાના ઘરે જતા હતા. તે દરમ્યાન તેમના પેન્ટના ખિસ્સામાં રહેલો મોબાઈલ ફોન પડી ગયો હતો. જેની અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે જે રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.







































