અમરેલી જિલ્લામાં મેઘમહેર થતાંની સાથે જ ધરતીપુત્રો શેઢા પાળા રિપેર કરી રહ્યા છે.
આ દરમિયાન સાવરકુંડલાના મેકડા ગામે વાડીએ શેઢા પાસે પડેલા ખાળીયામાં માટી નાખી બુરાણ કરવા મુદ્દે માથાકૂટ થઈ હતી. કોદાળી વડે મુંઢ ઈજા કરી મારી નાખવાની ધમકી આપી હતી. બાબુભાઇ લખમણભાઇ રાણપરીયા (ઉ.વ.૬૫ )એ ચિમનભાઇ અકબરી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તેમની માલિકીની જમીનમાં આરોપીએ ભાગવી રાખેલી જમીનના શેઢા પાસે વરસાદી પાણીથી ખાળીયા પડી ગયા હતા. જે ખાળીયામાં તેઓ માટી નાખી બુરાણ કરતા હતા. બુરાણ કરતી વખતે થોડીક માટી આરોપીએ ભાગવી રાખેલ જમીનમાં ગઈ હતી. જે વાતનું મનદુઃખ રાખી તા.૧૩/૦૬/૨૫ ના રોજ સવારના આશરે દસેક વાગ્યે તેમની માલિકીની જમીનમાં ગુનાહિત અપ-પ્રવેશ જેમ ફાવે તેમ ગાળો આપી તેમની વાડીમાં પડેલ કોદાળી વડે ડાબા પગના સાથળના ભાગે મારી મુંઢ ઇજા કરી તેમને મારી નાખવાની ધમકી આપી હતી. વંડા પોલીસ સ્ટેશનના એેએસઆઈ કે.જે. લકુમ વધુ તપાસ કરી રહ્યા છે