સાવરકુંડલામાં માનવ મંદિર આશ્રમ ખાતે તાલુકાના શિવાલય અને રામજી મંદિરના પૂજારીઓના સંતાનોને નિઃશુલ્ક રહેવા, જમવા અને શૈક્ષણિક સવલતો સારી મળે તે માટે કમિટી દ્વારા ચર્ચા કરવામાં આવેલ. આ તકે માનવ મંદિર ગુરૂકુળ કમિટીના હોદ્દેદારો નાગરભાઈ ગોંડલીયા શહેર પ્રમુખ, મહેશભાઈ ગોંડલીયા તાલુકા પ્રમુખ, બાલકૃષ્ણભાઈ હરિયાણી વાલમેન, મેહુલભાઈ ગોંડલીયા એડવોકેટ, સંદિપભાઈ હરિયાણી શિક્ષક, ઘનશ્યામબાપુ ગોંડલીયા કથાકાર, પ્રવિણભાઈ હરિયાણી વગેરે સાધુ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ. સનાતન ધર્મના મંદિરો એટલે કે રામજી મંદિર અને શિવ મંદિરના પૂજારીઓના સંતાનો નિઃશુલ્ક શિક્ષણ મેળવી શકે તે માટે મહત્વની મિટિંગનું આયોજન કરેલ. પૂજ્ય ભક્તિરામબાપુએ વિદ્યાર્થીઓને સારી સગવડતા મળે તે માટે વધુ મહત્વ આપેલ. પૂજ્ય ભક્તિરામબાપુએ કમિટી માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરેલ તેમ માનવ મંદિર પરિવારના બળવંતભાઈ મહેતાની યાદીમાં જણાવેલ છે.