સાવરકુંડલા તાલુકાના મઢડા ગામે આર્મીની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને વતન પરત ફરેલા જવાન દિલુભાઈ ભાણાભાઈ બુધેલાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગામમાં પ્રવેશતા જ દિલુભાઈએ પીર બાપાની દરગાહ ખાતે દર્શન કર્યા હતા. ત્યારબાદ, તેમણે પોતાના પરિવારજનોને સલામી આપી, માતા-પિતાના આશીર્વાદ લીધા હતા. પરિવાર દ્વારા કુમકુમ તિલક તથા પુષ્પહારથી તેમનું આર્મી જવાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતુ.