સાવરકુંડલાના બોરાળા ગામે એક માતાજીના મઢને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો રોકડા ૨૦ હજાર સહિત કુલ ૧.૭૦ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘનશ્યામભાઈ નાથાભાઈ દુધાત (ઉ.વ.૪૫)એ અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, અજાણ્યો ઇસમ બોરાળા ગામે ખોડલ માતાના મઢના દરવાજાનું તાળું તોડી રોકડા રૂ.૨૦,૦૦૦, સોના-ચાંદીના દાગીના તથા છતર-પાદુકા મળી કુલ ૧,૭૦,૦૦૦ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.પી. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.









































