સાવરકુંડલના નેસડી રોડના ગેટ પાસેથી ફોરવ્હીલમાં થતી દારૂની ખેપ ઝડપાઈ હતી. પોલીસે કુલ ૬.૩૭,૬૩૬ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મેરીયાણા ગામના ભોજભાઈ નનકુભાઈ ધાધલ ઉપરોક્ત જગ્યાએથી ફોરવ્હીલ લઈને પસાર થતાં હતા ત્યારે અટકાવી તલાશી લેતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાંડની ૨૬૪ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂની બોટલ, ફોરવ્હીલ, મોબાઈલ મળી કુલ ૬,૩૭,૬૩૬ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમણે આ દારૂ માવજીંજવાના મહીપતભાઈ દડુભાઈ નાટાએ મંગાવ્યો હોવાનું અને શેલણા ગામના મનુભાઈ રામભાઈ પટગીરે મોકલ્યો હોવાની કબૂલાત કરી હતી. કથીવદર ગામેથી ૧૫ લીટર અને વંડા ગામેથી ૨ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. જિલ્લામાંથી ૮ લોકો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.