ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાએ વિનાશકારી સ્વરૂપ ધારણ કર્યું છે. ખેડબ્રહ્મા તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ ઈંચ અને વડાલીમાં માત્ર ૨ કલાકમાં ૪ ઈંચ વરસાદ ખાબકતાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ઈડર, પ્રાંતિજ, કડિયાદરા, ચોટાસણ, અને ચોરવાડમાં પણ ભારે વરસાદે નદી-નાળાઓ છલકાવ્યા, રસ્તાઓ પર પાણી ભરાયું, અને જનજીવન અસ્તવ્યસ્ત થયું. ખેડબ્રહ્માની હરણાવ નદીમાં ઘોડાપૂર આવતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, જ્યારે વડાલીના અંડરબ્રિજમાં પાણી ભરાવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં મોડી રાત્રે ધોધમાર વરસાદે હરણાવ નદીમાં ઘોડાપૂર લાવ્યું, જે ભયજનક સપાટીથી વહી રહી છે. આના કારણે નદીકાંઠાના ગામોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીની નજીક ન જવાની સૂચના આપવામાં આવી છે. ખેડબ્રહ્મામાં ૨૪ કલાકમાં ૫ ઈંચ વરસાદે ખેતરોને બેટમાં ફેરવી દીધા, જેના પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને મકાઈ, બાજરી, અને શાકભાજીના પાક પાણીમાં ડૂબી ગયા, જેનાથી ખેડૂતોમાં નિરાશા ફેલાઈ છે.
વડાલીમાં માત્ર ૨ કલાકમાં ૪ ઈંચ વરસાદે ખેતરોને જળબંબાકાર કરી દીધા. વડાલીના રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો, અને ઘણા વાહનો પાણીમાં બંધ પડી ગયા. સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓને પણ આ પાણી ભરાવાને કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ઈડર અને પ્રાંતિજમાં ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો, જ્યારે કડિયાદરા, ચોટાસણ, અને ચોરવાડમાં નદી-નાળાઓ ઉભરાઈ ગયા, જેના કારણે ગામડાઓમાં પૂરનું જાખમ વધ્યું છે.
સાબરકાંઠા-ઈડર-ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પર ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયું, જેના પગલે ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો. વડાલીના રેલવે અંડરબ્રિજમાં પાણીનું સ્તર ઊંચું આવી જતાં વાહનચાલકોને લાંબા સમય સુધી રાહ જાવી પડી. ઘણા વાહનો પાણીમાં ફસાઈ ગયા, અને સવારના સમયે મુસાફરો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઈનનું નવીનીકરણ કામ ચાલી રહ્યું હોવા છતાં, અંડરબ્રિજમાં પાણીના નિકાલ માટે હજુ સુધી કોઈ ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.
ખેડબ્રહ્મા તાલુકામાં મોડી રાત્રે થયેલા ધોધમાર વરસાદે હરણાવ નદીમાં ઘોડાપૂર લાવ્યું છે. નદી ભયજનક સપાટીથી વહી રહી હોવાથી નદીકાંઠાના ગામોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્રે નાગરિકોને નદીની નજીક ન જવાની અને સુરક્ષિત સ્થળે રહેવાની સૂચના આપી છે. આગામી ૨૪ કલાકમાં વધુ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ મોડમાં છે, અને રાહત તથા બચાવ ટીમોને તૈનાત કરવામાં આવી છે.
ભારે વરસાદે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ખેતરોમાં ભરાયેલા પાણીએ પાકને નુકસાન કર્યું, જેના કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. વડાલીના રહેવાસીઓએ ડ્રેનેજ સિસ્ટમની નબળી વ્યવસ્થા પર રોષ વ્યક્ત કર્યો છે, કારણ કે નાળાઓની સફાઈ ન થવાને લીધે પાણીનો નિકાલ થઈ શક્યો નથી. આ સાથે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે. ખેડવા ડેમમાં પાણી આવક વધતા જળતરમાં વધારો થયો છે. આ સાથે ખેડવા ડેમમાં પાણી છોડાતા હરણાવ નદી ઘોડાપૂર આવ્યું છે. હરણાવ નદીમાં પાણીની આવક વધતા ધરોઈ જળાશયમાં પાણીની આવકમાં વધારો થયો છે. વિગતો મુજબ ધરોઈ જળાશયમાં ૧૫ હજાર કયુસેક પાણીની આવક થઈ છે. સતત ઉપર વાસમાં વરસાદને પગલે દરરોજ જળાશયમાં પાણીના જળ સ્તરમાં વધારો થયો છે. ઈડરના જલારામ મંદિર થી લાલોડા જતા રોડ પર અંડર બ્રિજ પાણીમાં ગરકાવ થઈ હ્યો છે. આ બધાની વચ્ચે અંડરબ્રિજમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. અંડરબ્રિજમાં પાણી ભરાતા ડાયવર્ઝન આપેલા રોડ પણ ધોવાયો છે. જેને લઈ સ્થાનિક યુવાનો દ્વારા ડાયવર્ઝન બંધ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. નોંધનીય છે કે, અહીં જીવના જાખમે વાહન ચાલકો વાહન પસાર કરી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે, રેલવે વિભાગ મોટી દુર્ઘટનાનું રાહ જાઈ રહ્યું છે. મહત્વનું છે કે, ૯૨% રેલવે અંડર બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે.વરસાદ પડતા હવે ખેડવા ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. આ તરફ ખેડબ્રહ્મા તાલુકાના માતાજી કંપામાં પાંચ ઇંચ વરસાદ બાદ હવે હરણાવ નદીમાં પુર આવ્યું છે.
સાબરકાંઠાના વડાલીમાં ભારે વરસાદ ખાબક્યો છે. બે કલાકમાં ૪ ઇંચ વરસાદ પડતા ખેતરો બેટમાં ફેરવાયા છે. ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. કડિયાદરા, ચોટાસણ, ચોરવાડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. મહત્વનું છે કે, ભારે વરસાદના પગલે નદીનાળાઓમાં પાણીની આવક થઈ છે.અંબાલાલ પટેલની આગાહી મુજબ કચ્છના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે. પંચમહાલ તથા મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર તથા સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યારે પશ્ચિમ-સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં પડશે. ૭ થી ૧૨ જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવશે. કેટલાક ભાગોમાં ૮ થી ૧૦ ઈંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે.