જિલ્લા આરોગ્ય વિભાગનું નસબંધી કૌભાંડ સામે આવ્યું છે. આ ઘટના વિજયનગરના કાલવણ ગામની છે. આ યુવકની નસબંધી ઈડરના કડિયાદરા પીએચસી સેન્ટરના કર્મચારીઓએ કરાવી નાંખી હતી.કાલવણ ગામના દિનેશ નિનામા નામના પુરુષની જાણકારી બહાર નસબંધી કરી દેવામાં આવી હતી. ચાર હજાર રૂપિયાની લાલચ આપી એનસીવી કરતા ચકચાર મચી ગઈ છે.આ નસબંધી ઇડરની ખાનગી હોસ્પિટલમાં કડિયાદરા પીએચસી સેન્ટરના સ્ટાફે કરાવી હતી.. ૧૫ દિવસ અગાઉ દારૂનું સેવન કરાવી લલચાવી અને ફોસલાવીને ટાર્ગેટ પૂર્ણ કરવામાં આવવામાં આવ્યો હતો.આ મામલે હવે કોઈ આરોગ્ય અધિકારીઓ ટેલિફોન ઉપાડતા નથી. પુરુષને ગુપ્તાંગ ભાગે સેપ્ટિક (ઇન્ફેક્શન) થતા સારવાર અર્થે હિંમતનગર ખસેડવામાં આવ્યો હતો. ગામના પુરુષ સાથે મળી સ્ટાફના કર્મીઓ પીડિતને મેડિકલ ચેકઅપ અર્થે પીએચસી સેન્ટર લઈ ગયા હતા. ત્યારબાદ પીએચસી સેન્ટરમાં મેડિકલ ચેકઅપ પછી ઇડરની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી.દિનેશ નિનામા નામના પુરુષને ઇન્ફેક્શન થતા સર્જરી માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ લવાયા છે. અંતરિયાળ વિસ્તારમાં અભણ પ્રજાને રૂપિયાની લાલચ આપીને ટાર્ગેટ પૂર્ણ કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ નસબંધીનો ટાર્ગેટ પૂર્ણ કરવા અંતરિયાળ વિસ્તારને ટાર્ગેટ કરી રહ્યા છે.