સાબરકાંઠાના વિજયનગર તાલુકાના કોડિયાવાડા ગામે ચોંકાવનારી ઘટના બની છે. સ્થાનિક ડીકે પબ્લીક સ્કૂલમાં અભ્યાસ કરતાં ૫ વર્ષના બાળકનું દિનદહાડે અપહરણ થયું હોવાનું જાણવા મળ્યું છે. જાણકારોના જણાવ્યા અનુસાર, બે અજાણ્યા શખ્સોએ બાળકને બાઇક પર બેસાડી ફરાર થયા હોવાનો અનુમાન છે.
બાળકના અપહરણના સમાચાર સાંભળતાં જ ગામમાં ચકચાર અને દોડધામ મચી ગઈ હતી. પરિવારજનોએ અને સ્થાનિક આગેવાનોએ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી ઘટના અંગે ફરિયાદ નોંધાવી. બાળકીની સુરક્ષા અને ઝડપથી શોધખોળ માટે તાકીદની માંગ કરવામાં આવી છે.
પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને આસપાસના હાઈવે અને માર્ગો પર સુરક્ષા માટે નાકાબંધી લાદી છે. તમામ શક્ય માર્ગો પર તપાસ ચાલી રહી છે અને લોકોમાં જાગૃતિ જાળવવા માટે સ્થાનિક લોકો પર ધ્યાન રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.










































