અમદાવાદ સહિત ગુજરાતભરમાં આવેલા પેટ્રોલ પંપો પર આજે સતત બીજા દિવસે વાહનચાલકોનો ધસારો જાવા મળ્યો હતો. પેટ્રોલ-ડીઝલની અછત સર્જાશે તેવી ખોટી અફવાઓના પગલે વહેલી સવારના ૫ વાગ્યાથી જ લોકો વાહનોની લાંબી કતારો લગાવીને ઊભા રહી ગયા હતા. ગત મોડી રાત્રે પણ અનેક વિસ્તારના પંપો પર વાહનોની લાંબી લાઈનો જાવા મળી હતી. પરિÂસ્થતિને થાળે પાડવા માટે મોડી રાત્રે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને લોકોને ખોટી અફવાઓથી દૂર રહેવા તથા શાંતિ જાળવવા અપીલ કરી હતી. તેમ છતાં, સવાર પડતા જ ફરી એકવાર લોકો પંપ પર ઉમટી પડ્યા હતા.
નિર્ણયનગર ખાતે આવેલા પેટ્રોલ પંપના મેનેજરે જણાવ્યું કે, “વહેલી સવારના પાંચ વાગ્યાથી વાહનચાલકોની ભીડ લાગી હતી. સામાન્ય દિવસોની સરખામણીએ અત્યારે ૮થી ૧૦ ગણી વધુ ભીડ છે. ભીડને નિયંત્રિત કરવા માટે વધારાનો સ્ટાફ પણ તૈનાત કર્યો છે.
પેટ્રોલ ભરાવવા આવેલા વાહનચાલકોમાં એક પ્રકારનો ડર જાવા મળી રહ્યો છે કે જા કોઇ કારણોસર સપ્લાય બંધ થશે તો હાલાકી ભોગવવી પડશે. આ અજંપાભરી Âસ્થતિને કારણે લોકો ટાંકી ફૂલ કરાવવા માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. હાલમાં તંત્ર દ્વારા સતત એવો સંદેશ આપવામાં આવી રહ્યો છે કે ઈંધણનો પુરવઠો સાતત્યપૂર્ણ રીતે મળી રહેશે, તેથી બિનજરૂરી સંગ્રહખોરી ટાળવી જાઈએ.
પેટ્રોલ અને ડીઝલની અછતની અફવા અત્યારે ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. વૈશ્વિક પરિસ્થિતિ મુજબ મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાને કારણે ક્રૂડ ઓઇલ અને ગેસના સપ્લાય પર દબાણ આવતાં આવી પરિÂસ્થતિ સર્જાઈ હોવાનું લોકો માની રહ્યા છે. તો બીજી બાજુ સોશિયલ મીડિયા પર પેટ્રોલ ખૂટી જશે તેવી અફવાઓ ફેલાતાં લોકો સંગ્રહ કરવા માટે પંપ પર પડાપડી કરી રહ્યા છે. જેના કારણે દિવસોમાં વેચાતું પેટ્રોલ કલાકોમાં પૂરું થઈ રહ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. અછતની અફવા વચ્ચે સંગ્રહખોરો બેફામ બન્યા હોવાની ઘટનાઓ પણ સામે આવી છે. વડોદરામાં પેટ્રોલ પંપ સંચાલકો પણ સંગ્રહખોરોને સાથ આપી રહ્યા હોવાના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. શહેરના ગોત્રી વિસ્તારના પેટ્રોલ પંપનો એક વીડિયો વાયરલ થયો છે. અફરાતફરીના માહોલ વચ્ચે પેટ્રોલ – ડીઝલના કેરબા ભરાઈ રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં જે માણસ ભરાવવા આવ્યો છે તે વીડિયો ઉતારનારાને જાઈને કહી રહ્યો છે કે, કેરબામાં ડીઝલ ભરાઈ રહ્યું છે.
પેટ્રોલ પંપો પર લાંબી કતારો વચ્ચે વાહન ચાલકો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા છે. વડોદરામાં લાંબી કતારોમાં ઊભેલા વાહન ચાલકો વચ્ચે બોલાચાલી વધતાં મામલો બિચક્્યો. બંને વાહન ચાલકો જાહેરમાં હાથાપાઈ પર ઉતરી આવ્યા સ્થળ પર અફરાતફરી જેવી સ્સથિતિ ર્જાઈ હતી. આ જાતાં અન્ય લોકોમાં ફફડાટ મચી હતી. પેટ્રોલ માટે શહેરના અનેક પંપ પર ભારે ભીડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ મારામારીનો વાયરલ વીડિયો ફતેગંજ વિસ્તારનો હોવાની ચર્ચા ચાલી રહી છે.
પેટ્રોલની અછતની અફવા વચ્ચે કર્મચારી-ગ્રાહક વચ્ચે સંખેડામાં પણ બબાલનો વીડિયો વાયરલ થયો છે. સંખેડાના હાંડોદ પેટ્રોલ પંપ પર બબાલના દ્રશ્યો સામે આવ્યા છે. પેટ્રોલ પંપ પર લાંબી લાઇનમાં છતાં વચ્ચે ઘૂસવા જતાં યુવક સાથે મારામારી કરવાની ઘટના બની છે. છેવટે પેટ્રોલ પંપના કર્મચારીઓ અને અન્ય સ્થાનિક લોકોએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો.
દાહોદ, ઝાલોદ સહિત જિલ્લાના અનેક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવા લાઇનો લાગી છે. પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે વાહન ચાલકો પેટ્રોલ ડીઝલ ભરાવવા કલાકો લાઇનમાં ઊભા રહ્યા છે. અફવા ફેલાતાં વપરાશની સામે માંગ વધતાં સપ્લાય ચેન ખોરવાઈ છે. દાહોદ જિલ્લાના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવા પડાપડી જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા.










































