અભિનેતા સલમાન ખાન હાલમાં તેની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ની તૈયારીમાં વ્યસ્ત છે. ફિલ્મનો તેમનો પહેલો લુક તાજેતરમાં જ રિલીઝ થયો હતો. દરમિયાન, અભિનેતાએ મુંબઈમાં પોતાનો ફ્લેટ વેચી દીધો છે. લગભગ ૧,૩૧૮ ચોરસ ફૂટમાં બનેલો આ લક્ઝરી ફ્લેટ કરોડો રૂપિયામાં ડીલ થયો છે.
સલમાન ખાને આ ફ્લેટ લગભગ ૫.૩૫ કરોડ રૂપિયામાં વેચી દીધો છે. સ્ક્વેર યાર્ડ્સ અનુસાર, બોલિવૂડ અભિનેતા સલમાન ખાને મુંબઈના બાંદ્રા (વેસ્ટ) સ્થિત તેમનો ૧,૩૧૮ ચોરસ ફૂટનો એપાર્ટમેન્ટ ૫.૩૫ કરોડ રૂપિયામાં વેચી દીધો છે. બુધવારે, રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ સ્ક્વેર યાર્ડ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે સલમાન ખાનના સોદાના મિલકત નોંધણી દસ્તાવેજાની સમીક્ષા કરી હતી. આ ટ્રાન્ઝેક્શન આ મહિને રજીસ્ટર થયું હતું. સલમાન ખાનનું આ એપાર્ટમેન્ટ શિવ સ્થાન હાઇટ્સમાં આવેલું છે.
અભિનેતા સલમાન ખાન ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. અભિનેતાનું આ એપાર્ટમેન્ટ બાંદ્રામાં આવેલું છે. ઘણીવાર સલમાનના જન્મદિવસ અને ઈદના પ્રસંગે અહીં ચાહકોની ભીડ એકઠી થાય છે. સલમાન ગેલેક્સી એપાર્ટમેન્ટની બાલ્કનીમાંથી ચાહકોને મળે છે. સલમાન ખાનનો આ ફ્લેટ ૧ બીએચકે છે. સલમાન ગેલેક્સી એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર રહે છે, જ્યારે તેના માતા-પિતા પહેલા માળે રહે છે.
સલમાન ખાનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, આ વર્ષે રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘સિકંદર’ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ. સલમાન ખાનની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ વિશે વાત કરીએ તો, સલમાન ખાન તેના માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન અપૂર્વ લાખિયા કરી રહ્યા છે. આ ફિલ્મમાં ચિત્રાંગદા સિંહ પણ જાવા મળશે.