શુક્રવારે રાજધાની લખનૌમાં, પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ખેડૂત આંદોલનમાં જીવ ગુમાવનારાઓના પરિવારોનું સન્માન કર્યું. સપા મુખ્યાલયમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, સપા વડા સરદાર લુકમાં સાફા પહેરેલા જાવા મળ્યા.આ પ્રસંગે અખિલેશ યાદવે કહ્યું કે લાલ પાઘડી ખુશીના પ્રતીક તરીકે પહેરવામાં આવે છે. હવે ખુશી આવવાની છે, કારણ કે સપા સરકાર બનવાની છે. નેપાળમાં થયેલા તખ્તાપલટની ઘટના પર તેમણે કહ્યું કે જા મતોની લૂંટ થશે તો પાડોશી દેશની જેમ યુપીના લોકો પણ રસ્તા પર ઉતરશે. બાબાએ અહીં કબજા કરી લીધો છે. ચૂંટણી પંચ ભાજપનું જુગાડ કમિશન નહીં બને. તેમણે કહ્યું કે અયોધ્યાની ચૂંટણીમાં ૫૦૦૦ લોકોને બહારથી લાવવામાં આવ્યા હતા. જા મતોની ચોરી આ રીતે ચાલુ રહી, તો શક્ય છે કે લોકો પડોશી દેશમાં જે કંઈ કરતા જાવા મળે છે, તે અહીં પણ કરતા જાવા મળે.