મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બીજું બજેટ રવિવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. આ બજેટ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ તેમનું સતત નવમું બજેટ છે. નિર્મલા સીતારમણે બજેટમાં દેશની અર્થવ્યવસ્થા, ઉત્પાદન અને નિકાસને વેગ આપવા માટે ઘણી મોટી જાહેરાતો કરી હતી. બજેટમાં, નાણામંત્રીએ દેશભરમાં સાત હાઇ-સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત કરી હતી.
નાણામંત્રી નિર્મલા સીતારમણે સાત હાઇ-સ્પીડ રેલ કોરિડોર વિકસાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે જે દેશભરના શહેરોને જાડશે. આ શહેરો છેઃ પુણે-મુંબઈ,પુણે-હૈદરાબાદ,હૈદરાબાદ-બેંગલુરુ,હૈદરાબાદ-ચેન્નઈ,ચેન્નઈ-બેંગલુરુ,દિલ્હી-વારાણસી,વારાણસી-સિલિગુડી
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, “પર્યાવરણીય રીતે ટકાઉ પેસેન્જર સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે, અમે શહેરો વચ્ચે વૃદ્ધિ કનેક્ટર તરીકે ૭ હાઇ-સ્પીડ રેલ કોરિડોર બનાવીશુંઃ મુંબઈથી પુણે, પુણેથી હૈદરાબાદ, હૈદરાબાદથી બેંગલુરુ, હૈદરાબાદથી ચેન્નઈ, ચેન્નઈથી બેંગલુરુ, દિલ્હીથી વારાણસી, વારાણસીથી સિલિગુડી.”
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, “પર્યાવરણીય રીતે ટકાઉ કાર્ગો ચળવળને પ્રોત્સાહન આપવા માટે, હું પૂર્વમાં દાનકુનીને પશ્ચિમમાં સુરત સાથે જાડતો એક નવો સમર્પિત ફ્રેઇટ કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ મૂકું છું. આગામી પાંચ વર્ષમાં વીસ નવા જળમાર્ગો કાર્યરત કરવામાં આવશે, જેની શરૂઆત ઓડિશામાં રાષ્ટ્રીયય જળમાર્ગ ૫ થી થશે, જે તાલચેર અને અંગુલના ખનિજ સમૃદ્ધ વિસ્તારો અને કલિંગનગર જેવા ઔદ્યોગિક કેન્દ્રોને પારાદીપ અને ધામરા બંદરો સાથે જાડશે. વારાણસી અને પટનામાં પણ આંતરિક જળમાર્ગો માટે જહાજ સમારકામ ઇકોસિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે…”
બજેટ ૨૦૨૬ ના ભાષણમાં માળખાગત સુવિધાના મુદ્દા પર, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, “અમે ૫ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં, એટલે કે, ટાયર ૨ અને ટાયર ૩ શહેરોમાં માળખાગત સુવિધા વિકસાવવાનું ચાલુ રાખીશું.”









































