અમરેલીમાં આવેલી ભોજલરામ નાગરીક શરાફી સહકારી મંડળીના સભાસદ પાર્થ પુનાભાઈ નાકરાણી રહે. પીઠવાજાળનું આકસ્મક નિધન થતા સભાસદ સ્વ.પાર્થના પરિવારજનોને આકસ્મક વીમા યોજના હેઠળ રૂ.૧ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ચેક અર્પણ કરતા સમયે મંડળીના ચેરમેન ગોરધનભાઈ ગેડીયા, સુરેશભાઈ દેસાઈ, ગુણવંતભાઈ ભંડેરી, રાજુભાઈ સુરાણી,દલસુખભાઈ ભેંસાણીયા સહિતના મંડળીના હોદ્દેદારોએ સ્વ.પાર્થના પરિવારોને ચેક અર્પણ કર્યો હતો.








































