વૃંદાવનમાં સાધ્વી પ્રાચીએ કહ્યું કે શ્રી રામ લાલાનું મંદિર પાંચસો વર્ષના બલિદાન અને સંઘર્ષ પછી મળ્યું છે, પરંતુ મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણના ભવ્ય મંદિર માટે હિન્દુઓને લાંબા સમય સુધી સંઘર્ષ કરવો પડશે નહીં. સંભવતઃ ૨૦૨૭ સુધીમાં મથુરામાં ભગવાન કૃષ્ણનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે.
ઠાકુર બાંકે બિહારી મંદિરમાં આરાધ્યાના દર્શન કર્યા બાદ તેમણે આ વાત કહી. તેમણે મંદિરમાં દેવતાના દર્શન કર્યા હતા અને પૂજા અર્ચના કરી હતી. તેમણે કહ્યું કે દેશમાં ભાઈચારાની વાત કરનારાઓને પાકિસ્તાન મોકલી દેવા જાઈએ. કારણ કે ભારત હિંદુઓનું છે.
તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સારું કામ કરી રહ્યા છે, પરંતુ કેટલાક લોકો નોબેલ પુરસ્કાર મેળવવાની ઇચ્છામાં સસ્તા નિવેદનો કરીને તેમનું મનોબળ તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતના તાજેતરના નિવેદન પર તેમણે કહ્યું કે આરએસએસ હિન્દુ અને હિન્દુત્વની ઓળખ છે, પરંતુ તેમનું નિવેદન નિંદનીય છે. સંભાલના મુદ્દે તેમણે કહ્યું કે સત્ય બહાર આવી રહ્યું છે. માત્ર સંભલમાં જ નહીં, દિલ્હીની જામા મસ્જીદની નીચે પણ એક મંદિર જાવા મળશે. તેમણે વૃંદાવનમાં ગૌ રક્ષકો પરના લાઠીચાર્જની નિંદા કરી અને તેને ખોટું ગણાવ્યું.