રાજકોટમાં અત્યંત નિર્લજ્જ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેનો વાહિયાત વીડિયો જાવાની વાત તો દૂર પરંતુ સાંભળતા જ લોકોનો આક્રોશ આસમાને પહોંચી જાય. અમે વાત કરી રહ્યા છીએ રાજકોટની રાષ્ટ્રીય શાળામાં બનેલી અતિ વાહિયાત ઘટનાની. જ્યાં બે સગીરો પર સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું. બંને સગીરને જાનથી મારવાની અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને શોષણ કરવામાં આવ્યું. તે પણ એકાદ દિવસ નહીં પરંતુ એક વર્ષ સુધી. રાક્ષસોથી પણ ખરાબ માનસિકતા ધરાવતા બે યુવાનોએ બે સગીરને એક વર્ષ સુધી પોતાની હવસનો શિકાર બનાવ્યા. એટલું જ નહીં પરંતુ તેઓ આવી ગંદી હરકતનો વીડિયો પણ બનાવતા રહ્યા. આ સમગ્ર ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે આવી ગંદી હરકતોનો વીડિયો સામે આવ્યો. વીડિયો સામે આવતા જ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી, જે બાદ પોલીસે ગણતરીના કલાકમાં જ બંને હવસખોર યુવાનોને ઝડપી પાડ્યા છે. જેમા એકનું નામ છે સંદીપ કણસાગરા ઉર્ફ લાલા પટેલ અને બીજાનું નામ છે જયેશ મજેઠિયા. આ બંને આરોપી શાળામાં આવેલા પાણીના પ્લાન્ટમાં મજૂરીકામ કરતા હતા. જ્યારે કે પીડિત સગીરો પણ અહીં જ મજુરી કામ કરતા હતા.
મળતી માહિતી મુજબ, રાજકોટની રાષ્ટ્રીય શાળામાં ભોગ બનનાર બંને સગીરો રાષ્ટ્રીય શાળામાં આવેલા પાણીના પ્લાન્ટમાં મજૂરી કામ કરતા હતા. આ તકનો લાભ ઉઠાવીને સંદીપ કણસાગરા (ઉર્ફ લાલો પટેલ) અને જયેશ મજેઠીયા નામના બે શખ્સો છેલ્લા એક વર્ષથી આ સગીરોનું જાતીય શોષણ કરી રહ્યા હતા. આ બંને નરાધમો સગીરોને ડરાવી-ધમકાવીને તેમની સાથે કુકર્મ આચરતા હતા. આ મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેનાથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.
ઘટનાની ગંભીરતાને જાતા રાજકોટ એ ડિવિઝન પોલીસ મથકમાં તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓ, સંદીપ અને જયેશને ઝડપી પાડી જેલભેગા કર્યા છે. રાષ્ટÙીય શાળા જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં છેલ્લા એક વર્ષથી આ પ્રકારનું કૃત્ય ચાલતું હોવા છતાં તંત્ર કેમ અજાણ હતું? તે એક મોટો પ્રશ્ન છે. આ સાથે સંસ્થામાં મજૂરી કરતા સગીરોની સુરક્ષા બાબતે બેદરકારી કેમ? ઐતિહાસિક સ્થળ પર અસામાજિક તત્વોનો જમાવડો કેવી રીતે થયો? વિદેશી પર્યટકો જ્યાં આવે છે ત્યાં સુરક્ષા વ્યવસ્થામાં આટલી મોટી ચૂક કેમ? આ તમામ સવાલો હાલ ચર્ચાઈ રહ્યા છે.
હાલમાં પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે અને આ કુકર્મમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ લંબાવી છે.