સગર્ભાવસ્થામાં આહારમાં ધ્યાનમાં રાખવાના મુદ્દા
૧. સંતુલિત આહાર – દૂધ, દહીં, દાળ, અનાજ, ફળ, શાકભાજી, સૂકા મેવાં અને કઠોળનો સમાવેશ કરવો.
૨. વારંવાર ઓછો ખોરાક – એક વખત વધારે ખાવાના બદલે દિવસમાં ૫–૬ વખત ઓછું ખાવું સારું.
૩. પાણી પૂરતું પીવું – દિનપ્રતિદિન ૮–૧૦ ગ્લાસ પાણી પીવું.
જરૂરી પોષક તત્વો અને તેમનાં સ્ત્રોત
૧. પ્રોટીન Protein
• જરૂરી છેઃ બાળકના કોષો, પેશીઓ અને અંગોના વિકાસ માટે.
• સ્ત્રોતઃ દાળ, ચણા, રાજમા, મગફળી, દૂધ, દહીં, પનીર, ઈંડા.
૨. આયર્ન Iron
• જરૂરી છેઃ રક્તમાં હિમોગ્લોબિન વધારવા માટે, માતા અને બાળક બંનેને ઓક્સિજન પૂરું પાડવા.
• સ્ત્રોતઃ પાલક, મેથી, દાળ, ગુલકંદ, સુકા ખજૂર, દાડમ, ગોળ, લીલા શાક.
૩. કેલ્શિયમ Calcium
• જરૂરી છેઃ બાળકના હાડકાં અને દાંત માટે.
• સ્ત્રોતઃ દૂધ, દહીં, તલ, રાગી, છાશ, બદામ.
૪. ફોલિક એસિડ Folic Acid
• જરૂરી છેઃ બાળકના મગજ અને નર્વસ સિસ્ટમના વિકાસ માટે.
• સ્ત્રોતઃ લીલા પાંદડાવાળા શાક, દાળ, કઠોળ, સંતરા.
૫. વિટામિન C
• જરૂરી છેઃ આયર્ન શોષણમાં મદદરૂપ.
• સ્ત્રોતઃ લીંબુ, નારંગી, આમળા, ટામેટાં.
૬. ઓમેગા-૩ ફેટી એસિડ
• જરૂરી છેઃ બાળકના મગજ અને આંખના વિકાસ માટે.
• સ્ત્રોતઃ અળસી, અખરોટ, તલ.
– શું ટાળવું?
• વધારે મસાલેદાર અને તેલિયું ખાવું નહીં.
• કાચું અથવા અધકચરું માંસ/ઈંડું નહીં.
• ધુમ્રપાન, દારૂ અને વધારાના કેફિનથી દૂર રહેવું.
– સગર્ભાવસ્થામાં એક દિવસનો આહાર આયોજન
– સવારે (ઉઠ્‌યા પછી)
• ગરમ પાણીમાં લીંબુ કે આમળાનો રસ
• ૪–૫ ભીંજવેલી બદામ + ૧–૨ અખરોટ
– નાસ્તો (સવારના ૮–૯ વાગ્યે)
• દૂધ સાથે ઓટ્‌સ / ઉપમા / પોહા / વેજીટેબલ ખીચડી
• ૧ ફળ (જેમ કે કેળું, સફરજન કે દાડમ)
– મધ્યાહ્‌ન પહેલાં (૧૧ વાગ્યે)
• છાશ અથવા દૂધ
• સાથે થોડી મગફળી / ચણા / ડ્રાયફ્રૂટ્‌સ મિક્સ
– બપોરનું ભોજન (૧–૨ વાગ્યે)
• ૨–૩ ઘઉં / મલ્ટિગ્રેઇન રોટલી
• ૧ વાટકી દાળ / કઠોળ / કઢી
• ૧ વાટકી લીલાં શાક / મિશ્રિત શાકભાજી
• ૧ વાટકી દહીં • ભાત (થોડોક)
• સલાડ (ગાજર, કાકડી, ટામેટા)
– સાંજનો નાસ્તો (૪–૫ વાગ્યે)
hemangidmehta@gmail.com