અમરેલી જિલ્લામાં ભાજપના સંગઠનને વધુ વેગવંતું બનાવવા નવનિયુક્ત જિલ્લા સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણે ચલાલા શહેર મંડળની મુલાકાત લીધી હતી. લઘુ મહંત પૂજ્ય મહાવીર બાપુ,જિલ્લા ભાજપના મહામંત્રી રાજુભાઈ, ધારાસભ્ય જે.વી. કાકડીયા, જયરાજભાઈ વાળાનું સન્માન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં મહામંત્રી ચિરાગભાઈ માલવિયા, અશોકભાઈ ચૌહાણ, નગરપાલિકા ઉપપ્રમુખ પ્રવીણભાઈ માલવિયા સહિત વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, નગરપાલિકાના સદસ્યો અને વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.