રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના વડા મોહન ભાગવતે સોમવારે કહ્યું કે સમગ્ર વિશ્વ સંકટનો સામનો કરી રહ્યું છે અને તેની સમસ્યાઓના ઉકેલ માટે ભારત તરફ મોટી આશા સાથે જાઈ રહ્યું છે.જબલપુરમાં આયોજિત જીવન ઉત્કર્ષ મહોત્સવને સંબોધતા ભાગવતે કહ્યું કે દુનિયાને ભારત પાસેથી અપેક્ષાઓ છે કારણ કે ભારત ધર્મ અને સંસ્કૃતિના માર્ગ પર ચાલે છે. ભાગવતે કહ્યું કે સંસ્કૃતિનો સાચો અર્થ નૈતિક અને સદાચારી આચરણ છે. લોકો ત્યારે જ સારું વર્તન કરે છે જ્યારે તેમની પાસે એકબીજા પ્રત્યે સદ્ભાવના અને ઊંડો સંબંધ હોય.તેમણે ચેતવણી આપી હતી કે આ ઉમદા ગુણોની ગેરહાજરીમાં, પ્રતિકૂળ સંબંધો વિકસે છે, જેનાથી સંઘર્ષ થાય છે. ભાગવતે કહ્યું કે ભારતે હજુ પણ તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને અધ્યાત્મિક વારસો જાળવી રાખ્યો છે. તેમણે કહ્યું, “વાસ્તવમાં, આપણે બધા એક છીએ. આ જાડાણ ભારતમાં અસ્તિત્વમાં છે, પરંતુ વિશ્વમાં નથી.” ભાગવતે કહ્યું કે દુનિયા હવે ભારત પાસેથી શીખવા માંગે છે કે અધ્યાત્મિકતા અને ધાર્મિક આચરણ સાથે સુમેળમાં જીવન કેવી રીતે જીવવું.પાંચ દિવસીય કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અધ્યાત્મિક ગુરુ ઈશ્વરચરણ સ્વામી પણ હાજર હતા. આ કાર્યક્રમ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજના જીવન અને  ઉપદેશોને સમર્પિત છે. ભાગવતે આ પ્રસંગે સ્વામી ભદ્રેશદાસ દ્વારા લખાયેલ એક પુસ્તકનું પણ વિમોચન કર્યું.