સાવરકુંડલા તાલુકાના શેલણા ગામે ગ્રામ વિકાસને નવી દિશા આપતા કુલ ૧.૩૦ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસ કાર્યો થકી ગામની માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થવાનો છે, જેનાથી શેલણા ગામ એક આદર્શ ગામ તરફ પ્રયાણ કરશે. આ પ્રસંગે ૮૦ લાખના ખર્ચે આઇકોનિક રોડ, ૩૦ લાખના ખર્ચે તળાવના વિકાસ કાર્ય તેમજ ૨૦ લાખના ખર્ચે ગ્રામ પંચાયતના જુદા જુદા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.








































