ભારતીય મહિલા ટીમે ત્રીજી T૨૦ૈં માં શ્રીલંકાની મહિલા ટીમને ૮ વિકેટથી હરાવી પાંચ મેચની શ્રેણીમાં ૩-૦ ની અજેય લીડ મેળવી. પહેલા બેટિંગ કરતા શ્રીલંકાએ ૧૧૨ રન બનાવ્યા. ત્યારબાદ શેફાલી વર્માની અડધી સદીને કારણે ભારતે સરળતાથી લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું.નાના લક્ષ્યનો પીછો કરતી વખતે, ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી જ્યારે સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના માત્ર એક રન બનાવીને આઉટ થઈ ગઈ. ત્યારબાદ જેમીમા રોડ્રિગ્સ નવ રન બનાવીને આઉટ થઈ ગઈ. જાકે, યુવાન શેફાલી વર્મા ક્રીઝના એક છેડે ટકી રહી અને ધમાકેદાર બેટિંગ પ્રદર્શન કર્યું. શ્રીલંકાના બોલરો પાસે તેની બેટિંગનો કોઈ જવાબ નહોતો, જેના કારણે મેચ સંપૂર્ણપણે એકતરફી બની ગઈ.શેફાલી વર્માએ ૪૨ બોલમાં ૭૯ રન બનાવ્યા, જેમાં ૧૧ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે, તે ટી ૨૦ ક્રિકેટમાં શ્રીલંકા સામે સૌથી વધુ રન બનાવનારી ભારતીય મહિલા ખેલાડી બની ગઈ. તેણીએ જેમીમા રોડ્રિગ્સનો રેકોર્ડ તોડ્યો. જેમિમાહએ ૨૦૨૨ માં શ્રીલંકા સામે ટી ૨૦ મેચમાં ૭૬ રન બનાવ્યા હતા.ભારતીય મહિલા બેટ્સમેન જેમણે શ્રીલંકા સામે ટી ૨૦ ક્રિકેટમાં સૌથી વધુ ઇનિંગ્સ રમી છેઃ
બેટર યર રન
શેફાલી વર્મા ૨૦૨૫ ૭૯
જેમિમા રોડ્રિગ્સ ૨૦૨૨ ૭૬
જેમિમા રોડ્રિગ્સ ૨૦૨૫ ૬૯
શેફાલી વર્મા ૨૦૨૫ ૬૯
શ્રીલંકાના કોઈ પણ સ્ટાર બેટ્સમેન મેચમાં સારું પ્રદર્શન કરી શક્્યા નહીં. ટીમ તરફથી ઈમેશા દુલાનીએ સૌથી વધુ ૨૭ રન બનાવ્યા. ભારત તરફથી રેણુકા સિંહે ચાર ઓવરમાં માત્ર ૨૧ રન આપ્યા અને ચાર મહત્વપૂર્ણ વિકેટ લીધી. તેના ઉપરાંત, સ્ટાર દીપ્તિ શર્માએ પણ ત્રણ વિકેટ લીધી. આ બે બોલરોએ શ્રીલંકાના બેટ્સમેનોને મોટો સ્કોર કરતા અટકાવ્યા. રેણુકાને તેના ઉત્તમ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો.ભારતીય ટીમે શ્રીલંકા સામેની પહેલી મેચ ૮ વિકેટથી જીતી હતી. ત્યારબાદ તેઓએ બીજી મેચ ૭ વિકેટથી શાનદાર રીતે જીતી લીધી. તેમનો વિજય ક્રમ સતત ત્રીજા મેચમાં પણ ચાલુ રહ્યો. બંને ટીમો વચ્ચે ચોથો મેચ હવે ૨૮ ડિસેમ્બરે રમાશે.










































