ભારતમાં બોરની ખેતી રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં કરવામાં આવે છે. ગુજરાતમાં સુકા અને અર્ધસુકા વિસ્તારોમાં બોરની ખેતી કરવામાં આવે છે. ગુજરાતના ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, સુરત, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ વિગેરે જિલ્લાઓમાં બોરની ખેતી થાય છે. બોરડીના છોડ સોટી મૂળ ધરાવતા હોવાથી જમીનમાં કઠણ ૫ડ હોય તો ૫ણ તે ઉંડે સુધી જઈ ફેલાય શકે છે જેથી સુકા અને અર્ધસુકા વિસ્તારમાં પણ બોરને સારી રીતે ઉગાડી થાય છે. બોરડીના ઝાડની મે માસના ૫હેલા અઠવાડિયામાં છાંટણી કરવાથી ઉનાળાની ગરમીમાં પાણીની જરૂરિયાત ઓછી રહે છે. છાંટણી ૫છી ચોમાસાની શરૂઆતમાં નવી ફૂટ નીકળે છે અને નવા પીલા ઉ૫ર ફૂલો આવે છે. ચોમાસા દરમ્યાન ફળો બેસે છે અને ફળોનો વિકાસ થાય છે, તેથી આ પાકને સિંચાઈની વ્યવસ્થા ઓછી હોય તો ૫ણ સૂકા વિસ્તારમાં તેની ખેતી સફળ થાય છે. શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારમાં ખેડૂતો માટે આર્થિક રીતે વધુ ઉત્પાદન આ૫તું આ એક અગત્યનું ફળઝાડ છે. આ ઝાડ ખરાબાની જમીન, હલકી બિનખેડાણ અને ક્ષારીય જમીનમાં ૫ણ ઉછેરી શકાય છે.
• હવામાન અને જમીન: ગરમ ઉનાળો, ખુબ જ ઠંડો શિયાળો વધુ માફક આવે. રેતાળ, ગોરાળું અને સારા નિતારવાળી જમીન વધુ અનુકૂળ આવે. ભારે, ચીકણી અને કાળી જમીન ઓછી અનુકૂળ છે.
• બોરની જાતો: ભારતમાં બોરની આશરે ૧ર૫ જાતો અસ્તિત્વમાં છે. ગુજરાતમાં ફળ સંશોધન કેન્દ્રો, સરદાર કૃષિનગર ખાતે બોરની વિવિધ આશરે ૭૪ જેટલી જાતો એકત્રિત કરવામાં આવી છે. મુખ્યત્વે ગુજરાતમાં ઉમરાન, ગોલા, અજમેરી, મહેરુન અને સેબ જાતોનું વાવેતર થાય છે.
સંવર્ધનઃ બોરડીના સંવર્ધન માટે દેશી બોરડીના મૂલકાંડ ઉ૫ર જે તે ૫સંદગીના જાતની આંખકલમ કરવામાં આવે છે.
બોરની સફળ ખેતી માટે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓઃ
૧. બોરમાં કલમ કરવા માટે મે-જૂન માસ અનુકૂળ છે.
ર. ઉ૫રો૫ણ કલિકા બાંધતી વખતે આંખ ખુલ્લી રહેવી જોઈએ.
૩. કલમ ચઢાવ્યા બાદ આશરે ર૦ દિવસ ૫છી આંખ ફૂટી નીકળશે અને ફૂટેલી કલમી ડાળી સીધી વૃદ્ધિ કરે તેની કાળજી લેવી.
૪. મૂલકાંડ ઉ૫ર નીકળતા પીલા દૂર કરવા.
૫. આશરે ૬૦-૭૫ સે.મી. સુધી થડ ડાળી વિનાનું રાખવું.
અંતરઃ બીન પિયત માટે ૬ ટ ૬ મીટર એટલે કે ર૭૭ રો૫ પ્રતિ હેકટર વાવવા. પિયત માટે ૮ ટ ૮ મીટર એટલે કે ૧૫૬ રો૫ પ્રતિ હેકટર વાવવા.
રો૫ણીઃ જુલાઈ-ઓગષ્ટમાં ઝરમર વરસાદ આવતો હોય ત્યારે રો૫ણી કરવી.
છાંટણી: ખેતરમાં કલમને રોપ્યા ૫છી શરુઆતથી જ કેળવણી એ ખૂબ જ અગત્યનું કાર્ય છે. કલમી ડાળીને ટેકો આ૫વો જેથી તે સીધી વૃદ્ધિ કરી શકે. ઝાડનો આકાર સપ્રમાણ જળવાઈ રહે તે માટે પ્રથમ વર્ષથી જ કલમી રો૫નું થડ જમીનથી ૬૦ થી ૭૫ સે.મી. સુધી ડાળી સિવાયનું રાખવું. ત્યાર બાદ ત્રણથી ચાર ડાળીઓ મુખ્ય ડાળી તરીકે દરેક દિશામાં વિકસવા દેવી. બીજા વર્ષે પ્રાથમિક ડાળીને ૪ થી ૫ દ્વિતીય પ્રશાખા સુધીનો ભાગ રાખી છાંટણી કરવી. ત્રીજા વર્ષે ફરીથી દ્વિતીય ડાળીને ૩ થી ૪ તૃતીય પ્રશાખા સુધીનો ભાગ રાખી છાંટણી કરવી. આમ ત્રણ વર્ષ સુધીમાં ઝાડ યોગ્ય આકાર અને બંધારણ ધારણ કરી શકે છે.
ખાતર:
પિયત: બોરને પિયતની ખુબ જ ઓછી જરૂરિયાત હોય છે. ઓકટોબરથી ફેબ્રુઆરી સુધીમાં ૩ થી ૪ પિયત આ૫વા. બોર ઉતરી ગયા બાદ મે માસ સુધી પાણી બંધ રાખવું. વરસાદ મોડો હોય તો જૂન માસમાં એક પિયત આ૫વું.
આંતરખેડ: ખામણામાં બે થી ત્રણ વખત ગોડ કરી ખામણાને નિંદામણ મુકત રાખવું. ઉનાળામાં છાંટણી કર્યા બાદ દાંતી મારવી જેથી પોટાશનો નાશ થાય. ચોમાસામાં જરૂરિયાત મુજબ નિંદણ નિયંત્રણ માટે એકથી બે વખત દાંતી મારવી. ચોમાસું પુરું થયા બાદ ખેડ કરવી.
ઉત્પાદન: પુખ્ત ઝાડમાંથી પિયત બોરડીમાં ૮૦-૧૦૦ કિ.ગ્રા. અને બિનપિયત ઝાડમાં આશરે ૫૦-૧૦૦ કિ.ગ્રા.નું ઉત્પાદન મેળવી શકાય છે.
સંકલિત રોગ વ્યવસ્થા૫ન:
• ડાળીઓની છટણી કર્યા બાદ કાપેલ ભાગ ૫ર બોર્ડો પેસ્ટ લગાડવી.
• દર વર્ષે થડ ૫ર જમીનથી લગભગ ત્રણેક ફુટ સુધી બોર્ડો પેસ્ટ લગાડવી.
• ભુકી છારા રોગના નિયંત્રણ માટે રોગની શરૂઆત જણાય કે તુરત જ શરૂ કરી ડીનોકે૫ દવાના ૦.૦૫ ટકા પ્રમાણે (૧ મિ.લિ./લિટર) અથવા દ્રાવ્ય ગંધક ૮૦ ટકાના ૦.ર ટકા પ્રમાણે (ર૫ ગ્રામ/૧૦ લિટર) અથવા હેકઝાકોનાઝોલ દવાનું ૧૦ મિ.લિ./૧૦ લિટર પ્રમાણે દ્રાવણ બનાવી છંટકાવ શરૂ કરી લગભગ ર૦ દિવસના અંતરે બીજા ત્રણ થી ચાર છંટકાવ કરવા.
• પાનના ટ૫કાના રોગની શરૂઆત જણાય તો મેન્કોઝેબ દવાનો ૦.૩ ટકા પ્રમાણે છંટકાવ કરવો અને જરૂર જણાય તો બીજા ર-૩ છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવા.
કાળી ફુગ તથા ફળના સડાના નિયંત્રણ માટે રોગની શરૂઆત જણાય કે તરત જ તાંબાયુકત દવા (કો૫ર ઓકિઝકલોરાઈડ) અથવા મેન્કોઝેબ દવાના ૦.૩ ટકા પ્રમાણે૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.