બગસરાના શીલાણા ગામે રહેતી એક યુવતીને તેના ગામના યુવકે ‘મને ઈન્સ્ટાગ્રામમાં કેમ બ્લોક કર્યો’ તેમ કહી ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપી હતી. ઉપરાંત યુવતી ન્હાવા ગઈ ત્યારે ચોરીછુપીથી બાથરૂમ પર આવ્યો હતો. જેને યુવતી જોઈ જતાં ઠપકો આપ્યો હતો. બનાવ સંદર્ભે યુવતીએ મયુરભાઈ ઉર્ફે લાલો ખીમજીભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીએ તેના ખુલ્લા ફોટા વાયરલ કરવાના ટેક્સ્ટ મેસેજ કર્યા હતા. જેથી તેણે આરોપીને બ્લોક કર્યો હતો. તેનાથી અકળાયેલા યુવકે ‘મને ઈન્સ્ટાગ્રામમાં બ્લોક કેમ કર્યો’ તેમ કહી ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપી હતી. ઉપરાંત યુવતી બાથરૂમમાં નહાવા ગઈ ત્યારે ચોરીછુપીથી અંગત ક્રિયા જોવા માટે યુવક બાથરૂમ પર આવ્યો હતો. જેથી તેણી જોઈ જતાં જતો રહ્યો હતો. આ અંગે યુવકને તેના ઘરે ઠપકો આપવા સાહેદ જતાં ગાળો આપી હતી. આ સિવાય યુવતી જ્યારે પણ બહાર નીકળતી ત્યારે આરોપી તેનો પીછો કરતો હતો. બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.જી. મયા વધુ તપાસ કરી રહ્યા છે.








































