સા.કુંડલામાં રહેતા અને કન્ટ્રકશન સાથે જોડાયેલા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુરેશભાઈ પાનસુરીયાએ પોતાનો પુત્ર ગુમ થયેલો હોય જેથી તેને શોધી આપવા માટે જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સમક્ષ રજૂઆત કરી છે. રજૂઆતમાં સુરેશભાઈ પાનસુરીયાએ જણાવ્યું છે કે, વડોદરા અમારો કન્ટ્રકશનનો ધંધો હોવાથી ધંધા માટે મારા પુત્ર રવિએ રૂ.૧૧.રપ કરોડ વ્યાજે લીધા હતા. જેની સામે રવિએ રૂ.૪.૯૦ કરોડના મિલકતના દસ્તાવેજ કરી આપ્યા હતા અને બીજા રૂ.૩.૩૮ કરોડ બેંકમાં ટ્રાન્સફર કરી આપેલ હતા જ્યારે રૂ.ર.૯૭ કરોડ બાકી રકમ રહી હતી. તેની સામે વ્યાજખોરો ૧પથી ૧૬ કરોડ રૂપિયાની ઉઘરાણી કરતા હતા. વ્યાજખોરોના ત્રાસથી અચાનક જ મારો પુત્ર કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી જતા પોલીસ દ્વારા તેમની તાત્કાલિક શોધખોળ કરવામાં આવે તેવી અંતમાં સુરેશભાઈ પાનસુરીયાએ રજૂઆત કરી છે.










































