દક્ષિણ આફ્રિકાના ડેશિંગ બેટ્સમેન હેનરિક ક્લાસેન થોડા દિવસો પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેના નિર્ણયથી સમગ્ર ક્રિકેટ જગત હચમચી ગયું. જ્યારે તેણે નિવૃત્તિની જાહેરાત કરી, ત્યારે તેની પાછળનું કારણ કોઈને ખબર નહોતી. પરંતુ હવે ક્લાસેને પોતે જ ખુલાસો કર્યો છે કે તેમણે માત્ર ૩૩ વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું કેમ નક્કી કર્યું.
હેનરિક ક્લાસેને કહ્યું કે તેમના દેશ માટે ક્રિકેટ રમવાની સાથે, તેઓ વિશ્વભરની મોટી ટી ૨૦ લીગમાં રમવા માંગતા હતા, પરંતુ ક્રિકેટ સાઉથ આફ્રિકા સાથે કરાર થઈ શક્યો નહીં અને ત્યારબાદ કોચિંગમાં ફેરફારને કારણે તેમને આ નિર્ણય લેવો પડ્યો. ક્લાસેન ૨૦૨૭ ક્રિકેટ વર્લ્ડ કપ સુધી દક્ષિણ આફ્રિકા માટે રમવા માંગતા હતા. પરંતુ રોબ વોલ્ટરના કોચ પદ પરથી રાજીનામું આપ્યા પછી અને શુક્રી કોનરાડને વ્હાઇટ બોલ ટીમના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવતા, ક્લાસેનના ભવિષ્ય અંગે અનિશ્ચિતતા હતી.
રિપોર્ટ અનુસાર, હેનરિક ક્લાસેને કહ્યું કે લાંબા સમયથી તેમને લાગતું હતું કે તેમનું પ્રદર્શન તેમના માટે બહુ મહત્વનું નથી, પછી ભલે ટીમ જીતે કે હારે. આવી જગ્યાએ રહેવું યોગ્ય નથી. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા, તેણે રોબ સાથે લાંબી વાતચીત કરી અને ક્લાસેને તેને કહ્યું કે તેને જે થઈ રહ્યું છે તે ગમતું નથી. તેને એટલો આનંદ નહોતો આવી રહ્યો. આ સમય દરમિયાન, તેણે રોબ વોલ્ટર સાથે લાંબા સમય સુધી વાત કરી અને ૨૦૨૭ માં વર્લ્ડ કપ સુધી બધું સારી રીતે આયોજન કર્યું.
તેમણે વધુમાં કહ્યું કે જ્યારે રોબનો કોચ તરીકેનો કાર્યકાળ સમાપ્ત થયો અને ઝ્રજીછ સાથેનો કરાર સફળ ન થયો, ત્યારે તેમના માટે આ નિર્ણય લેવાનું વધુ સરળ બન્યું. તમને જણાવી દઈએ કે ક્લાસેને ૨૦૧૮ માં દક્ષિણ આફ્રિકા માટે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે દક્ષિણ આફ્રિકા માટે ચાર ટેસ્ટ, ૬૦ વનડે અને ૫૮ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેણે ટેસ્ટમાં ૧૦૪ રન,વનડેમાં ૨૧૪૧ રન અને ટી ૨૦ માં એક હજાર રન બનાવ્યા હતા. હવે તે વિશ્વભરની ટી ૨૦ લીગમાં રમતા જોવા મળશે.