આઇસીસી અંડર-૧૯ વર્લ્ડ કપ ૨૦૨૬ ની બીજી સેમિફાઇનલ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી, જેમાં ટીમ ઇન્ડિયાએ સંપૂર્ણ રીતે પ્રભુત્વ મેળવ્યું હતું અને એકતરફી ૭ વિકેટથી મેચ જીતી હતી. ૩૧૧ રનના લક્ષ્યનો પીછો કરતા, ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓપનિંગ બેટ્‌સમેન વૈભવ સૂર્યવંશીએ ૩૩ બોલમાં ૬૮ રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં કુલ ૪ છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે, વૈભવ સૂર્યવંશીએ એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી, વેસ્ટ ઈન્ડીઝના સ્ટાર ખેલાડી નિકોલસ પૂરનને એક ખાસ પાસામાં પાછળ છોડી દીધો. હવે, વૈભવ સૂર્યવંશી પાસે અંતિમ મેચમાં ઇતિહાસ રચવાની તક હશે.

અંડર-૧૯ વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના ડેવાલ્ડ બ્રુઇસના નામે છે, જેમણે ૨૦૨૨ના વર્લ્ડ કપમાં કુલ ૧૮ છગ્ગા ફટકાર્યા હતા. વૈભવ સૂર્યવંશી આ યાદીમાં ઇંગ્લેન્ડના જેક બર્નહામ સાથે બીજા ક્રમે છે, બંનેએ ૧૫-૧૫ છગ્ગા ફટકાર્યા હતા. જેક બર્નહામે ૨૦૧૬ના અંડર-૧૯ વર્લ્ડ કપમાં કુલ ૧૫ છગ્ગા ફટકાર્યા હતા. નિકોલસ પૂરન અને માઈકલ હિલ આ યાદીમાં ત્રીજા ક્રમે છે, જેમણે અંડર-૧૯ વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં ૧૪-૧૪ છગ્ગા ફટકાર્યા હતા. હવે, જા વૈભવ સૂર્યવંશી ૬ ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામેની ફાઇનલમાં ૪ છગ્ગા ફટકારવામાં સફળ થાય છે, તો તે ડેવાલ્ડ બ્રેવિસનો રેકોર્ડ તોડી નાખશે અને અંડર-૧૯ વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડી બનશે.

અંડર-૧૯ વર્લ્ડ કપના એક જ એડિશનમાં સૌથી વધુ છગ્ગા મારનારા ખેલાડીઓ

ડેવાલ્ડ બ્રુઇસ (દક્ષિણ આફ્રિકા) – ૧૮ છગ્ગા, ૨૦૨૨

જેક બર્નહામ (ઇંગ્લેન્ડ) – ૧૫ છગ્ગા, ૨૦૧૬

વૈભવ સૂર્યવંશી (ભારત) – ૧૫ છગ્ગા, ૨૦૨૬

માઇકલ હિલ (ઓસ્ટ્રેલિયા) – ૧૪ છગ્ગા, ૨૦૦૮

નિકોલસ પૂરન (વેસ્ટ ઇન્ડીઝ) – ૧૪ છગ્ગા, ૨૦૧૪

વૈભવ સૂર્યવંશીએ આ અંડર-૧૯ વર્લ્ડ કપમાં હજુ સુધી સદી ફટકારી નથી, અને દરેકને આશા છે કે તે ઇંગ્લેન્ડ સામેની ફાઇનલમાં આ ખામીને દૂર કરશે. વૈભવે અત્યાર સુધીમાં ટુર્નામેન્ટમાં કુલ ૬ મેચમાં બેટિંગ કરી છે અને ૪૪ ની સરેરાશથી ૨૬૪ રન બનાવ્યા છે, જેમાં તેના બેટમાંથી ત્રણ અડધી સદીની ઇનિંગ્સ જાવા મળી છે, જ્યારે તેનો સ્ટ્રાઇક રેટ ૧૪૭.૪૯ રહ્યો છે.