ગીર સોમનાથ જિલ્લામાં મિશન શક્તિ યોજના અંતર્ગત, મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન’ હેઠળ ૧૦-દિવસીય વિશેષ
જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે વેરાવળ સરકારી બોયઝ હાઈસ્કૂલ ખાતે કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો હતો.
આ કાર્યક્રમમાં કાયદાના નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓને બાળ લગ્ન અધિનિયમ-૨૦૦૬ અને પોક્સો એક્ટ-૨૦૧૨ જેવા મહત્વના કાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના એડવોકેટ બકુલાબેને પોક્સો એક્ટ વિશે અને બાળ સુરક્ષા એકમના અધિકારી ભાવસિંહભાઈ પરમારે બાળ લગ્ન અધિનિયમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.










































