થોડા દિવસ પહેલા વડીયા તાલુકાના ઢુંઢિયા પીપળીયા ગામે રાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા રાખોલીયા પરિવારના વૃદ્ધ દંપતીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જેને લઈને પૂર્વ વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી ઢુંઢિયા પીપળીયા ગામ ખાતે દોડી ગયા હતા અને રાખોલીયા પરિવારને સાંત્વના પાઠવી હતી. સાથે જ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનું જણાવી હત્યારાઓને ઝડપી પાડવા સરકાર સમક્ષ માંગણી કરી હતી.