ગીર(પૂર્વ) વન વિભાગના ધારી હેઠળની જસાધાર રેન્જના જસાધાર ફોરેસ્ટ સેટલમેન્ટ ગામમાં તા.૦૫.૦૬.૨૦૨૫ના રોજ વિકાસ યાદવ, નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ એલ.બી. ભરવાડ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા રેન્જ સ્ટાફ, ટ્રેકર્સ, શ્રમયોગી, રોજમદાર તેમજ જસાધાર ગામના મોટાભાગના યુવાનો તેમજ ગ્રામજનોને વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ અંતર્ગત સાથે રાખીને ગામમાં પ્લાસ્ટિકના કચરાનું સફાઇ અભિયાન હાથ ઘરેલ અને ગ્રામજનોને પ્લાસ્ટિકના કચરાથી થતા નુકસાન બાબતે વિસ્તૃત સમજુતી આપી હતી.