સાવરકુંડલા પંથકમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. મોટા ભમોદ્રા ગામના વિધર્મી યુવકે યુવતીને લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યો હતો. જે બાદ લગ્ન કરવાથી ફરી ગયો હતો. બનાવ સંદર્ભે પિડીતાએ મોટા ભમોદ્રા ગામના સમીરભાઈ ઉર્ફે સમો નાથાભાઈ (મુસ્લીમ) સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ તેને લગ્ન કરવાની લાલચ આપી હતી.
જે બાદ તેને સરકારી ક્વાર્ટરમાં લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો. આ સિવાય બે વખત પણ તેને લગ્ન કરવાની લાલચ આપી મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો અને લગ્ન કર્યા નહોતા. વંડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ પી.જે.રામાણી વધુ તપાસ કરી રહ્યા છે.