સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બાબરાના ગળકોટડી ગામની સીમમાં રેઈડ પાડી કુલ રૂ.૧ કરોડથી વધુની કિંમતના વિદેશી દારૂ અને વાહનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ચકચારી કેસમાં મુખ્ય આરોપી અશોકભાઈ હમીરભાઈ પટેલ વતી એડવોકેટ પિન્ટુ ગોરખીયાએ ધારદાર કાયદાકિય દલીલો રજૂ કરી હતી. તેમણે નામદાર કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી આરોપીને નિર્દોષ માનવાનો મૂળભૂત સિધ્ધ્ાંત છે અને લાંબો સમય જેલમાં રાખવો તે ‘પ્રી-ટ્રાયલ પનિશમેન્ટ’ સમાન ગણાય. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ટાંકીને કરવામાં આવેલી આ તર્કબદ્ધ દલીલોને ગ્રાહ્ય રાખી અમરેલીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રિઝવાના બુખારીએ આરોપીને જામીન પર મુક્ત કરવાનો ન્યાયિક હુકમ કર્યો છે.






































